VIDEO: CAAનો વિરોધ કરી રહેલા લોકો સામે IPS ઓફિસરે કર્યું એવું કામ....બધા શાંતિથી જતા રહ્યાં
નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં ગુરુવારે કર્ણાટક (Karnataka) ના બેંગ્લુરુ, કલબુર્ગી, શિવમોગામાં પ્રદર્શન કરી રહેલા સેંકડો પ્રદર્શનકારીઓને અટકાયતમાં લેવામાં આવ્યાં હતાં. અટકાયતમાં લેવાયેલા લોકોમાં ઈતિહાસકાર રામચંદ્ર ગુહા પણ હતાં.
બેંગ્લુરુ: નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019) વિરુદ્ધ ગુરુવારે દેશવ્યાપી પ્રદર્શનો થયા. રાજધાની બેંગ્લુરુ સહિત પ્રદેશના અનેક ભાગોમાં પ્રદર્શન થયા. આ દરમિયાન બેંગ્લુરુ (Bengaluru) ના ટાઉન હોલમાં પ્રદર્શનકારીઓને જ્યારે જવાનું કહેવાયું તો તેમણે જગ્યા છોડવાની ના પાડી દીધી. ત્યારબાદ બેંગ્લુરુ (સેન્ટ્રલ)ના ડીસીપી ચેતનસિંહ રાઠોડે લોકોને નાનું ભાષણ આપીને સમજાવ્યું. તેમણે લોકોને પોત પોતાના ઘરે જવાનો આગ્રહ કરતા કહ્યું કે અસામાજિકતત્વો આ પ્રકારની તકોનો લાભ ઉઠાવવા માંગે છે અને ઉક્સાવનારી હરકતો કરે છે. ત્યારબાદ હિંસા થાય છે. આથી તમે પોલીસ પર ભરોસો રાખને શાંતિપૂર્વક તમારું પ્રદર્શન પૂરું કરો. ત્યારબાદ તેમણે કહ્યું કે આવો મારી સાથે રાષ્ટ્રગીત ગાઓ. ધીરે ધીરે લોકો તેમને સાથ આપવા લાગ્યા હતાં. ત્યારબાદ બધા શાંતિપૂર્ણ રીતે વિખરાઈ ગયા હતાં.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube